યમ
યોગનું એક મૂળભૂત અંગ / From Wikipedia, the free encyclopedia
યમ એ અષ્ટાંગ યોગનું મહત્વનું અને પ્રથમ અંગ છે. યોગમાર્ગે જવાની લાયકાત કેળવવા માટે સૌપ્રથમ યોગીએ આ યમો દ્વારા પોતાના જીવનને સાત્વિક અને દિવ્ય બનાવવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં દર્શાવાયેલો આ એક મહાન આદર્શ છે.[1]
યમો પાંચ છે જે નીચે પ્રમાણે છે.[2]
- અહિંસા
- સત્ય
- અસ્તેય
- બ્રહ્મચર્ય
- અપરિગ્રહ