ઇલિયડ
હોમર રચિત વિશ્વનાં પાંચ મહાક્વ્યોમાનું એક / From Wikipedia, the free encyclopedia
ઇલિયડ એ હોમર રચિત વિશ્વનાં પાંચ મહાક્વ્યોમાનું એક છે. ઇલિયડ એક કરુણાંત કાવ્ય છે. જેમાં અકાયનોના રાજાઓ તથા ટ્રોયના પ્રાયમ તથા ઈલિયમ પ્રદેશના રાજાઓ વચ્ચે વિશ્વસુંદરી હેલન માટે થયેલા યુદ્ધનું નિરૂપણ જોવા મળે છે. આ ઘટનાઓ ઈ.સ. પૂર્વે ૧૪૦૦-૧૨૦૦ માં બની હતી જેને અંધકવિ હોમરે ગાઈને લોકો સુધી પહોચાડી હતી. ‘ઇલિયડ’ ની રચના હેગ્ઝામીટરમાં થયેલ છે. બાર અક્ષરોવાળા છ ગણોમાં બંધ સ્વરભારની પંક્તિઓ પ્રાચીન છંદોની વિશિષ્ટતા પ્રગટ કરે છે. ૧૦૦ સર્ગોમાં રચાયેલ આ મહાકાવ્ય ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોનો ઉપયોગ થયો છે.[1]