ચીનની વિખ્યાત દીવાલ
From Wikipedia, the free encyclopedia
ચીનની વિખ્યાત દીવાલ પથ્થર અને માટી વડે બનેલ છે.તેનું બાંધકામ અને સમારકામ લગભગ પાંચમી સદી (ઇ.પૂ.) થી લઇ અને ૧૬મી સદી સુધી ચાલેલું,આ દીવાલ ચીનની ઉતરીય સરહદની હુણ (Xiongnu) લોકોના હુમલાઓથી રક્ષા કરવા માટે બાંધવામાં આવેલ. ઇસા પૂર્વ પાંચમી સદીમાં બંધાયેલ ઘણી દીવાલોને "ચીનની વિખ્યાત દીવાલ" તરીકે ઓળખવામાં આવે છે,તેમાંની એક પ્રસિધ્ધ દીવાલ ચીનનાં પ્રથમ શહેનશાહ 'કીન શી હુઆંગ' (Qin Shi Huang) દ્વારા ૨૨૦-૨૦૬ (ઇ.પૂ.)વચ્ચે બંધાયેલ.જેમાંની થોડી અત્યારે સાબુત છે,જે હાલની દીવાલ કરતાં ઘણી વધુ ઉતર તરફે બંધાયેલ,આ દીવાલ મિંગ વંશના શાસનકાળમાં બંધાયેલ.[1]
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આ વિખ્યાત દીવાલ પૂર્વમાં શાંહાઇગુઆન (Shanhaiguan) થી પશ્ચિમમાં લોપ નુર (Lop Nur)સુધી લગભગ ૬૪૦૦ કિ.મી.(૪૦૦૦ માઇલ) સુધી પથરાયેલ છે.[2], અને દક્ષીણમાં મોંગોલીયા સુધી ફેલાયેલ નાનો ફાંટો સાથે ગણતા લગભગ ૬૭૦૦ કિ.મી. (૪૧૬૦ માઇલ) સુધી ફેલાયેલ છે. [3] મિંગ વંશના ચરમ સત્તાકાળ દરમિયાન આ દીવાલ પર દશ લાખથી વધુ સૈનિકો તહેનાત રહેતા હતા.[4] એવું પણ કહેવાય છે કે અંદાજે ૨૦ થી ૩૦ લાખ ચાઇનીઝ લોકો આ દીવાલનાં સદીઓ લાંબા બાંધકામ દરમિયાન માર્યા ગયેલા. [5]