હિમલર હેનરિક
From Wikipedia, the free encyclopedia
હિમલર હેનરિક (જ. ૭ ઓક્ટોબર ૧૯૦૦ - ૨૩ મે ૧૯૪૫) જર્મન નાઝી નેતા અને પોલિસ વડા હતાં. તેમનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૦૦ ના રોજ જર્મનીના મ્યૂનિક ખાતે થયો હતો. ૧૯૨૫માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને ૧૯૨૯માં તે એસ. એસ. રક્ષક દળ (Schutzstaffel protective forces) ના વડા તરીકે નિમાયા હતાં. આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું, પરંતુ હિમલરે આ દળને પાર્ટીના ખૂબ શક્તિશાળી શસ્ત્ર રૂપે નવો ઓપ આપ્યો હતો.[2]
હિમલર હેનરિક | |
---|---|
હિમલર હેનરિક, 1942 | |
જન્મની વિગત | 7 October 1900[1] મ્યૂનિક, કિંગ્ડમ ઑફ બાવારિયા, જર્મન સામ્રાજ્ય |
મૃત્યુ | 23 May 1945(1945-05-23) (ઉંમર 44) લૂનબર્ગ, જર્મની |
રાજકીય પક્ષ | નૅશનલ સોશ્યાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (NSDAP) |
જીવનસાથી | માર્ગારેટ હિમલર (લ. 1928) |
હસ્તાક્ષર | |
તે ખાનગી પોલીસનું (ગેસ્ટાપોનું) નિયમન કરતાં હતા તથા તેમણે યહૂદીઓનું પદ્ધતિસર નિકંદન કાઢવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩માં તે આંતરિક બાબતોના પ્રધાન બન્યા અને ૧૯૪૪માં આંતરિક દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી રાજ્યો તરફથી તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૩ મે ૧૯૪૫ ના રોજ લૂનબર્ગ, જર્મની ખાતે તેમને આત્મહત્યા કરી.[2]