સિરિલ રામાફોસા
આફ્રિકાના પાંચ માં રાષ્ટ્રપતિ / From Wikipedia, the free encyclopedia
માતામેલા સિરિલ રામાફોસા (વેંડા/અંગ્રેજી: Matamela Cyril Ramaphosa; જન્મ: ૧૭ નવેમ્બર ૧૯૫૨) દક્ષિણ આફ્રિકા ના મજૂરસંઘવાદી આગેવાન, રાજકારણી અને ઉદ્યોગપતિ છે.[1] અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ના આર્ઝી રાષ્ટ્રપ્રમુખ અને સત્તાધારી રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ ના અધ્યક્ષ છે.[2]
Quick Facts સિરિલ રામાફોસા, જન્મ ...
બંધ કરો
તેમનો જન્મ સોવેટો (જોહાનિસ્બર્ગ નજીક), ટ્રાન્સવાલમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. રંગભેદની સરકાર દરમિયાન તેમણે ખાણિયાઓની રાષ્ટ્રીય યુનિયન (NUM/નુમ) ની સ્થાપના કરી હતી. ૧૯૯૧માં રામાફોસાને અફ્રિકન નેશનલ કોંગ્રેસના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રંગભેદને ખતમ કરવા માટેની વાટાઘાટો દરમિયાન તેમણે રુલ્ફ મેયર સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.