લ્યુઇસિયાના
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:US state
લ્યુઇસિયાના (/[invalid input: 'en-us-Louisiana.ogg']luːˌiːziˈænə/અથવા/[invalid input: 'en-us-Louisiana-2.ogg']ˌluːziˈænə/;French: État de Louisiane, [lwizjan] (listen); લ્યુઇસિયાના ક્રેઓલ : લેટા દે લા લ્વિઝ્યાન) એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના દક્ષિણી પ્રદેશમાં આવેલું એક રાજ્ય છે. તેની રાજધાની છે બેટન રોગ અને ન્યૂ ઓર્લિયન્સ એ તેનું સૌથી વિશાળ શહેર છે. પૅરિશીઝ (કાઉન્ટીને સમકક્ષ સ્થાનિક સરકાર) તરીકે ઓળખાતા રાજકીય પેટાવિભાગો ધરાવતું લ્યુઇસિયાના એ આ પ્રકારનું અમેરિકાનું એકમાત્ર રાજ્ય છે. વસતીની દ્વષ્ટિએ સૌથી મોટું પૅરિશ જેફરસન પૅરિશ છે, અને જમીન વિસ્તારની દ્વષ્ટિએ સૌથી વિશાળ પૅરિશ કેમરોન પૅરિશ છે.
લ્યુઇસિયાનાનાં કેટલાક શહેરી પ્રદેશો વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભાષાઓનો વારસો ધરાવે છે, અહીં 18મી સદીની ફ્રેન્ચ, સ્પેનિશ, ભારતીય અને આફ્રિકાની સંસ્કૃતિના મિશ્રણનો મોટો પ્રભાવ જોવા મળે છે, જે અમેરિકામાં વત્તાઓછા અંશે અપવાદરૂપ ગણાય છે. 19મી સદીના પ્રારંભમાં અમેરિકાની સંસ્કૃતિનું આગમન થયું અને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો તે અગાઉ, પ્રવર્તમાન લ્યુઇસિયાના રાજ્યનો પ્રદેશ સ્પેન અને ફ્રાન્સની વસાહત રહી હતી. આ ઉપરાંત, કાળક્રમે 18મી સદી દરમિયાન આફ્રિકાના સંખ્યાબંધ લોકો અહીં આવ્યા, જે પૈકીના ઘણાં લોકો પશ્ચિમ આફ્રિકાના એક જ પ્રદેશના હતા, તેથી તેમનું કેન્દ્રીકરણ થયું.