લાહોર સંગ્રહાલય
લાહોર, પાકિસ્તાન સ્થિત સંગ્રહાલય / From Wikipedia, the free encyclopedia
લાહોર સંગ્રહાલય ('લાહોર વન્ડર હાઉસ'), પાકિસ્તાનના લાહોરમાં સ્થિત એક સંગ્રહાલય છે, જે ૧૮૬૫માં નાના પાયે સ્થપાયેલ અને ૧૮૯૪માં બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન લાહોરમાં 'ધ મોલ' પર તેના વર્તમાન સ્થળે ખોલવામાં આવ્યું હતું. લાહોર સંગ્રહાલય પાકિસ્તાનના સૌથી વધુ મુલાકાત લેવામાં આવેલા સંગ્રહાલયોમાંનું એક અને દક્ષિણ એશિયાના મુખ્ય સંગ્રહાલયોમાંનું એક છે.
Quick Facts જૂનું નામ, સ્થાપના ...
عجائب گھر لاہور | |
લાહોર સંગ્રહાલય | |
જૂનું નામ | કેન્દ્રીય સંગહાલય |
---|---|
સ્થાપના | ૧૮૬૫, વર્તમાન ઇમારત ૧૮૯૪ |
સ્થાન | ધ મોલ, લાહોર પંજાબ પાકિસ્તાન |
અક્ષાંશ-રેખાંશ | 31.568226°N 74.308174°E / 31.568226; 74.308174 |
પ્રકાર | પુરાતત્ત્વીય સંગ્રહાલય, આર્ટ ગેલેરી, ધરોહર, આધિનિક ઇતિહાસ, ધાર્મિક |
સંગ્રહ કદ | પ્રી એન્ડ પ્રોટો[upper-alpha 1], સિક્કા, હિન્દુ બૌદ્ધ જૈન, ગાંધાર તેમજ ઇસ્લામિક હસ્તપ્રતો, લઘુ ચિત્રો, સામાન્ય સંગ્રહ, શસ્ત્રો, નૃવંશવિજ્ઞાન, ટપાલ ટિકિટ, કળા અને શિલ્પ, સમકાલીન ચિત્ર, પાકિસ્તાન આંદોલન ગેલેરી |
મુલાકાતીઓ | ૨૫૦,૦૦૦ (૨૦૦૫માં) |
બંધ કરો
આ સંગ્રહાલયમાં પ્રાચીન ઇન્ડો-ગ્રીક અને ગાંધાર રાજ્યોમાંની બૌદ્ધ કલાનો વિસ્તૃત સંગ્રહ છે. તેમાં મુઘલ સામ્રાજ્ય, શીખ સામ્રાજ્ય અને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સંગ્રહો પણ છે.
રુડયાર્ડ કિપલિંગના પિતા સંગ્રહાલયના પ્રારંભિક ક્યુરેટરોમાંના એક હતા. 'લાહોર વન્ડર હાઉસ'ના પૂર્વ નામે ઓળખાતા આ સંગ્રહાલયની સામે સ્થિત ઝમઝમ તોપ એ કિપલિંગની નવલકથા 'કિમ'નું એક પ્રારંભિક દ્રશ્ય છે.[1]