લદ્દાખ
ભારતીય ગણરાજ્યનો કેન્દ્ર શાસિત પ્રદેશ / From Wikipedia, the free encyclopedia
લદ્દાખ અથવા લદાખ ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી બનેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે. જેનું સૌથી મોટું શહેર લેહ છે. લદ્દાખ ઉતરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો વચ્ચે આવેલ છે.[6] લદ્દાખનો અર્થ "ઉંચા ઘાટોની ભૂમિ" પણ થાય છે. લદ્દાખ તેનાં પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ૧૯૭૪ પછી અહીં ભારત સરકારનાં પ્રયત્નોથી પ્રવાસન ઉધોગમાં સારો એવો વિકાસ થયો છે.
લડાખ | |
---|---|
કેન્દ્રશાસિત પ્રદેશ | |
સમઘડી દિશામાં: રંગડુમ ગામ, સુરુ ખીણ, શ્યોક નદી, ઝંસ્કાર ખીણ. | |
ભારતમાં લડાખ | |
અક્ષાંશ-રેખાંશ: 34°10′12″N 77°34′48″E | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | ૩૧ ઓક્ટોબર ૨૦૧૯[1] |
પાટનગર | લેહ,[2] Kargil[3] |
જિલ્લાઓ | ૨ |
મહત્તમ ઊંચાઇ (સલ્તોરો કાંગરી[4]) | ૭,૭૪૨ m (૨૫૪૦૦ ft) |
ન્યૂનતમ ઊંચાઇ (સિંધુ નદી) | ૨,૫૫૦ m (૮૩૭૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૭૪,૨૮૯ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી, અંગ્રેજી |
• બોલાતી ભાષાઓ | લડાખી ભાષા, ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-LA |
વાહન નોંધણી | LA 17[5] |
વેબસાઇટ | ladakh |
અહીંની ઇન્ડો-આર્યન અને તિબેટિયન વંશની[7][8] લદ્દાખી પ્રજાનો મોટો ભાગ બૌદ્ધ ધર્મ અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક આને "નાનાં તિબેટ" તરીકે પણ ઓળખાવાય છે. ઘણાં તિબેટિયનોનું લાંબા સમયથી માનવું હતું કે, બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ અલગ પડતો હોઈ, લદ્દાખને "કેન્દ્ર શાસિત પ્રદેશ" જાહેર કરવો જોઇએ. જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫એ ને હટાવી અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. જમ્મુ-કાશ્મીરમાં ૨૦ જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છે.