મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ
From Wikipedia, the free encyclopedia
મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ ઉભો ત્રિરંગો છે. તેમાં લીલો, સફેદ અને લાલ રંગ છે અને મધ્યમાં સફેદ પટ્ટા પર રાજચિહ્ન ધરાવે છે. હાલનો ધ્વજ મેક્સિકોએ સ્પેન પાસેથી સ્વતંત્રતા માટેના યુદ્ધ દરમિયાન અપનાવ્યો હતો. ધ્વજને હાલનું સ્વરૂપ ૧૯૬૮માં આપવામાં આવ્યું. જોકે મૂળભૂત રેખાંકન ૧૮૨૧થી વપરાતું આવે છે.
Quick Facts પ્રમાણમાપ, અપનાવ્યો ...
પ્રમાણમાપ | ૪:૭ |
---|---|
અપનાવ્યો | સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૮ |
રચના | લીલો, સફેદ અને લાલ રંગના સમાન પહોળાઈના ત્રણ ઉભા પટ્ટા જેમાં સફેદ પટ્ટાની મધ્યમાં દેશનું રાજચિહ્ન |
બંધ કરો
લાલ, સફેદ અને લીલો રંગ મેક્સિકોની આઝાદીના રંગ ગણવામાં આવે છે. તેમાં રહેલ રાજચિહ્ન એઝટેક સભ્યતાના પ્રમુખ શહેર ટેનોચિટ્લાનના ચિહ્ન પર આધારિત છે. હાલનું પાટનગર મેક્સિકો શહેર ટેનોચિટ્લાનના સ્થાન પર ઉભું છે. તેના રાજચિહ્નમાં ગરુડના પંજામાં સાપ છે અને તે થોર પર બેઠું છે. થોર તળાવમાંથી નીકળતા ખડક પર છે.[1]