મિનેપોલિસ
From Wikipedia, the free encyclopedia
મિનેપોલિસ કે જેને હુલામણાં નામ તરીકે તળાવોનું શહેર અથવા તો મિલોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. આ પરગણું હેનેપિન પરગણાં,[5]માં આવેલું છે. યુએસનાં મિનેસોટા રાજ્યમાં આવેલું આ સૌથી વિશાળ શહેર છે તેમજ સમગ્ર યુએસનું 48મા ક્રમનું સૌથી વિશાળ શહેર છે. તેનું નામ તેના પ્રથમ શાળા શિક્ષકનાં નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. જેમાં મિની એટલેકે ધ ડાકોટા અર્થાત પાણી માટેનો શબ્દ અને પોલિસ એટલે કે ગ્રીક ભાષામાં શહેર માટેનાં શબ્દોનો સમાવેશ થાય છે.[6] મિનેપોલિસના રહેવાસીને મિનિયેપોલિટન કહેવામાં આવે છે.[7]
Minneapolis | |
---|---|
City | |
ચિત્ર:Minneapolis-logo.svg City of Minneapolis | |
Minneapolis montage | |
અન્ય નામો: City of Lakes, Mill City, Twin Cities (with St. Paul) | |
સૂત્ર: En Avant (French: 'Forward') | |
Location in Hennepin County and the state of Minnesota | |
Country | United States |
State | Minnesota |
County | Hennepin |
Incorporated | 1867 |
સ્થાપક | John H. Stevens and Franklin Steele |
નામકરણ | Dakota word "mni" meaning water with Greek word "polis" for city |
સરકાર | |
• Mayor | R. T. Rybak (DFL) |
વિસ્તાર | |
• City | ૫૮.૪ sq mi (૧૫૧.૩ km2) |
• જમીન | ૫૪.૯ sq mi (૧૪૨.૨ km2) |
• જળ | ૩.૫ sq mi (૯.૧ km2) |
ઊંચાઇ | ૮૩૦ ft (૨૬૪ m) |
વસ્તી | |
• City | ૩,૮૬,૬૯૧ (US: ૪૮th) |
• ગીચતા | ૬,૭૨૨/sq mi (૨,૫૯૫/km2) |
• મેટ્રો વિસ્તાર | ૩૨,૬૯,૮૧૪ (૧૬th) |
• Demonym | Minneapolitan |
સમય વિસ્તાર | UTC-6 (CST) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC-5 (CDT) |
ZIP codes | 55401 – 55487 |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 612 |
FIPS code | 27-43000[3] |
GNIS feature ID | 0655030[4] |
વેબસાઇટ | www.minneapolismn.gov |
મિનેપોલિસ મિસિસિપી નદીના બંને કાંઠાઓ ઉપર વસેલું શહેર છે. મિસિસિપી નદીનો મિનેસોટા નદી સાથે સંગમ થાય છે તેની ઉત્તરે તે આવેલું છે.અને રાજ્યનાં પાટનગર સેન્ટ પૌલની જોડે તે આવેલું છે. મિનેપોલિસ-સેન્ટ પૌલ "પડોશના શહેરો" તરીકે ઓળખાય છે. આ વિસ્તાર યુએસનો 16મા ક્રમનો મહાનગરીય વિસ્તાર છે. અહીંની વસતી 35 લાખની છે. મેટ્રોપોલિટન કાઉન્સિલનો અંદાજ છે કે વર્ષ 2009માં શહેરની વસતી 3,86,691ની હતી.[8]
આ શહેરમાં પાણીની સમૃદ્ધિ ભરપૂર છે. અહીં વીસ જેટલાં તળાવો અને ભીની જમીનનાં વિસ્તારો આવેલા છે. ઉપરાંત અહીં મિસિસિપી નદીનું દલદલ તેમજ ધોધ પણ આવેલા છે. આ પૈકીના ઘણા પાર્કવેઝ મારફતે ચેઇન ઓફ લેક્સ અને ગ્રાન્ડ રાઉન્ડ સેનિક બાયવે સાથે જોડાયેલાં છે. એક જમાનામાં તે વિશ્વમાં અનાજ દળવાની ઘંટીનાં પાટનગર તરીકે જાણીતું હતું આ ઉપરાંત અહીં ઈમારતી લાકડાંનો વેપાર પણ થતો હતો. હાલમાં તે શિકાગો અને સિટલ વચ્ચેનું મુખ્ય વેપારી કેન્દ્ર ગણાય છે.[9] આ અમેરિકાનું સૌથી વધારે સાક્ષર શહેર[10] ગણાતું હોવાને કારણે અહીં ઘણાં સાંસ્કૃતિક કેન્દ્રો આવેલાં છે. જેના કારણે રચનાત્મક લોકો અને પ્રેક્ષકો શહેરમાં નાટકો, વિઝ્યુઅલ આર્ટ, લેખન અને સંગીત માટે આવતાં રહે છે. વિવિધ સંસ્કૃતિના લોકો અહીં રહેતા હોવાને કારણે આ શહેરમાં પ્રગતિકારક જાહેર સામાજિક કાર્યક્રમનો મારફતે ધરમાદાનો ટેકો સારો એવો મળી રહે છે. ઉપરાંત ખાનગી અને ઉદ્યોગજગત પણ પરોપકારી છે.[11]