પ્રણવ મિસ્ત્રી
From Wikipedia, the free encyclopedia
પ્રણવ મિસ્ત્રી ભારતીય-ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. ‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજી એ તેમના સંશોધનનો વિષય છે. શોધકો પૈકીની એક પ્રતિભા એટલે પ્રણવ મિસ્ત્રી. સિક્સ્થ સેન્સ ટેકનોલોજીએ આખા જગતને ખુબ આકર્ષિત કર્યું છે.[3][4][5] તેઓ હાલમાં સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા અને રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. માઉસલેસ, સ્પર્શ, ટેલી ટચ અને સેમસંગ ગેલેક્સી ગીયર[6] તેમના બીજા આવિષ્કારો છે. મિસ્ત્રીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે સન્માનિત કર્યા હતા.[7]
Quick Facts પ્રણવ મિસ્ત્રી, જન્મની વિગત ...
પ્રણવ મિસ્ત્રી | |
---|---|
પ્રણવ મિસ્ત્રી, સિક્સ્થ સેન્સ સાથે | |
જન્મની વિગત | ૧૪ મે,૧૯૮૧ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ સંસ્થા | નિરમા યુનિવર્સિટી (Nirma University of Science and Technology) આઇઆઇટી-મુંબઇ (IIT Bombay) મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (Massachusetts Institute of Technology) |
પ્રખ્યાત કાર્ય | સિક્સ્થ સેન્સ (SixthSense), માઉસલેસ (Mouseless), સ્પર્શ (SPARSH), ટેલી ટચ (TeleTouch) અને સેમસંગ ગેલેક્સી ગીયર (Samsung Galaxy GEAR) |
પુરસ્કારો | પોપ્યુલર સાયન્સ દ્વારા 'ઇન્વેનશન એવોર્ડ', ૨૦૦૯ ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35, ૨૦૦૯ ક્રિએટીવીટી મેગેઝીન દ્વારા 'ક્રિએટીવીટી ૫૦', ૨૦૧૦ ઈન્ડીયા ટુડે દ્વારા 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર', ૨૦૧૩ |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
કાર્ય સંસ્થાઓ | સેમસંગ ઈલેકટ્રોનીક્સ (Samsung Electronics) |
ડોક્ટરલ સલાહકાર | પેટ્ટી મેસ (Pattie Maes) |
પ્રભાવ | ભારતીય પૌરાણિક કથાઓ[1][2] |
વેબસાઇટ | www |
બંધ કરો