પાલક (ભાજી)
From Wikipedia, the free encyclopedia
પાલક કે પાલખ એ એક સપુષ્પ વનસ્પતિ છે જેના પાન ભાજી તરીકે ખવાય છે. પાલક એ એમરેન્થેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ સ્પીનાશીયા ઓલેરેશીયા છે. આ વનસ્પતિ મધ્ય એશિયા તથા નૈઋત્ય એશિયાની વતની છે. આ એક-વર્ષાયુ છોડ છે (અને ભાગ્યેજ તે દ્વિ-વર્ષાયુ પણ હોઈ શકે છે). તેનો છોડ ૩૦ સે.મી. જેટલો ઊંચો વધે છે. પાલક સમષીતોષ્ણ કટિબંધનો શિયાળો સહન કરી શકે છે. તેના પાન એકાંતરા, સાદા, દાંડી તરફ લંબગોળ કે ત્રિકોણાકાર હોય છે. પાનની લંબાઈ ૨ થી ૩૦ સે.મી. જેટલી અને પહોળાઈ ૧ થી ૧૫ સે.મી. જેટલી હોઈ શકે છે. તેના છોડના જમીન તરફના પાંદડા મોટાં હોય છે અને ઉપર તરફ, ફૂલ ધરાવતી ડાળીઓના પાંદડા નાના હોય છે. તેના ફૂલો અવિશિષ્ઠ (inconspicuous), લીલાશ પડતા પીળા રંગના અને ૩ થી ૪ સે,મી, વ્યાસ ધરાવતા હોય છે. તેનો વિકાસ થતા તેમાંથી નાના, સૂકા, દળદાર ફળોનો ગુચ્છો બને છે તે ૫-૧૦ મિ.મી. લાંબો હોય છે તેમાં ઘણાં દાણા હોય છે. રેતાળ સિવાયની બધી જમીન પાલકને માફક આવે છે. [1]. વાવ્યા પછી ત્રણ ચાર અઠવાડિયામાં ભાજી તૈયાર થાય છે. [1] ઉનાળામાં વાવેલી પાલકને બીજદંડ વહેલો આવે છે. [1]
પાલક/પાલખ | |
---|---|
ફુલ ધારણ કરેલો પાલકનો છોડ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
(unranked): | સપુષ્પી |
(unranked): | દ્વિદળી |
Order: | કેર્યોફાયલેલ્સ |
Family: | એમરેન્થેસી, પૂર્વે ચીનોપોડિએસી |
Genus: | સ્પીનેશીયા (Spinacia) |
Species: | ઓલેરેશીયા (S. oleracea) |
દ્વિનામી નામ | |
સ્પીનેશીયા ઓલેરેશીયા (Spinacia oleracea) લિનિયસ (L.) | |