નેપોલિયન હિલ
From Wikipedia, the free encyclopedia
નેપોલિયન હિલ (ઓક્ટોબર ૨૬, ૧૮૮૩-નવેમ્બર ૮, ૧૯૭૦) ન્યૂ થોટ (નવવિચાર) ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત અમેરિકન લેખક અને સફળતાને લગતા સાહિત્યનાં પ્રણેતા લેખકોમાંના એક હતા. તેમની ગણના સફળતા અંગેના સાહિત્યના મહાન લેખકોમાં કરવામાં આવે છે. [1] તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક 'થિંક એન્ડ ગ્રો રિચ ' (વિચારો અને ધનવાન બનો) સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાં સ્થાન ધરાવે છે, જેની ૧૯૭૦ માં હિલના અવસાન પહેલા જ ૨ કરોડ નકલો વેચાઇ ગઈ હતી અને આજે પણ વિવિધ ભારતીય અને વૈશ્વિક ભાષાઓમાં વેચાય છે. [2] હિલનાં લેખનો વ્યક્તિના વિચારો અને માન્યતાઓની શકિત અને તેમનાં વ્યક્તિગત સફળતામાં મહત્વ પર ભાર મુકે છે. ધન અને સફળતા માટેનાં જરૂરી ગુણો ('રહસ્યો') અને તેમના યોગ્ય ઉપયોગથી સફળતા મેળવવાની કળા તેમનાં લેખનોનું હાર્દ છે. હિલ સફળતા માટે તેમનાં લેખનોને માત્ર વાંચવા જ નહીં પરંતુ વારંવાર વાંચી, વિચારી અને અમલમાં મૂકવાની સલાહ આપે છે. [3] તેમનાં લેખનોએ બોબ પ્રોક્ટર જેવાં અનેક લેખકો અને પ્રેરણાદાયી વક્તાઓને પ્રેરિત કર્યા છે. [4]
નેપોલિયન હિલ | |
---|---|
યુવાન નેપોલિયન હિલ | |
જન્મની વિગત | ૨૬ ઓક્ટોબર ૧૮૮૩ પાઉન્ડ, વર્જિનિયા |
રાષ્ટ્રીયતા | અમેરિકન |
વ્યવસાય | લેખક, પત્રકાર, વકીલ, વક્તા |
વેબસાઇટ | http://naphill.org |