નાગલી
એક પ્રકારનું ધાન્ય / From Wikipedia, the free encyclopedia
નાગલી અથવા રાગી એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લા[1], વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, તાપી જિલ્લા તેમ જ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી એક ઋતુમાં એટલે કે આશરે ૧૦૦થી ૧૨૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. નાગલી મૂળ રૂપમાં ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળે છે, જેને ભારત દેશમાં કોઈ ચાર હજાર વરસ પહેલાં લાવ્યું હતું. નાગલી ઊઁચાઈ ધરાવતા પ્રદેશોમાં અનુકૂળતા સાધવામાં સમર્થ વનસ્પતિ છે. હિમાલયના ૨,૩૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં નાગલી ઉગાડવામાં આવે છે.
Quick Facts નાગલી, રાગી ફિંગર મિલેટ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
નાગલી, રાગી ફિંગર મિલેટ | |
---|---|
લાલ તેમ જ સફેદ દાણાવાળી મિશ્રવર્ણ ધરાવતી નાગલી | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | એન્જિયોસ્પર્મ |
(unranked): | એકદળી |
(unranked): | કોમેલિનિડ |
Order: | પોઅલેસ |
Family: | પોએસી |
Subfamily: | ક્લોરિડોએડી |
Genus: | 'એલેયુસાઇન' |
Species: | ''E. coracana'' |
દ્વિનામી નામ | |
Eleusine coracana L. | |
બંધ કરો