નક્શ-એ જહાન મેદાન
From Wikipedia, the free encyclopedia
નક્શ-એ જહાન મેદાન (ફારસી میدان نقش جهان = મૈદાન-એ નક્શ-એ જહાન; અર્થ: "વિશ્ચ દર્શન મેદાન") અથવા ઈમામ મેદન (میدان امام), પ્રાચીન નામ શાહ મેદાન (میدان شاه), એ ઈરાનના ઈશફહાન શહેરની મધ્યમાં આવેલું એક મેદાન છે. આ મેદાનનું બાંધકામ ૧૫૯૮ થી ૧૬૨૯ની વચ્ચે કરવામાં આવ્યું હતું આજે આ મેદાન એક વિશ્વ ધરોહર સ્થળ છે. આ મેદાનની પહોળાઈ 160 metres (520 ft) અને લંબાઈ 560 metres (1,840 ft) છે.[1]
Quick Facts યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ...
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
બંધ કરો
આ મેદાનની ચારે તરફ સફાવિદ કાળની ઈમારતો આવેલી છે. આ મેદાનની દક્ષિણે શાહ મસ્જીદ, પશ્ચિમે અલિ કાપુ, પૂર્વે શેખ લોત્ફ અલ્લાહ મસ્જીદ અને ઉત્તરે કૈસરિયા દરવાજો આવેલો છે, આ દરવાજો ઈશફાનની મોટી બજારમાં ખુલે છે. હાલમાં નમાઝ-એ જુમ્મા - શુક્રવારની નમાઝ શાહ મસ્જીદમાં યોજવામાં આવે છે.
આ મસ્જીદ ઈરાનની ૨૦,૦૦૦ રિયાલની ચલણી નોટની પાછળ દર્શાવાઈ છે.[2]