તેલુગુ ભાષા
દક્ષિણ ભારતની એક દ્રવિડ ભાષા / From Wikipedia, the free encyclopedia
તેલુગુ [2]( తెలుగు) એ એક દ્રવિડિયન ભાષા છે જે ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરી (યનામ)માં તેલુગુ લોકો દ્વારા બોલાય છે. તે હિન્દી, અંગ્રેજી અને બંગાળીની સાથે એક કરતાં વધુ ભારતીય રાજ્યમાં પ્રાથમિક સત્તાવાર ભાષાનું માન ધરાવતી કેટલીક ભાષાઓમાંની એક છે . [3] [4] આંધ્ર-તેલંગાણાના પાડોશી રાજ્યોમાં નોંધપાત્ર તેલુગુ ભાષાકીય લઘુમતી ધરાવતા લોકો પણ રહે છે. ભારત સરકાર દ્વારા શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવેલ છ ભાષાઓમાંથી આ એક ભાષા છે. [5] [6]
તેલુગુ | |
---|---|
తెలుగు,Telugu | |
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | આંધ્ર પ્રદેશ, તેલંગાણા |
વંશ | તેલુગુ લોકો |
સ્થાનિક વક્તાઓ | [1] દ્વિતીય ભાષા તરીકે ઉપયોગ કરનારા લોકો : ૧.૧૨ કરોડ[1] |
ભાષા કુળ | દ્વવિડિયન
|
પ્રારંભિક સ્વરૂપ | પ્રાચીન તેલુગુ
|
લિપિ | તેલુગુ બારખડી તેલુગુ બ્રેઈલ |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | ભારત
Spoken in
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 | te |
ISO 639-2 | tel |
ISO 639-3 | wbq – વડાર (વડરી) |
Linguasphere | 49-DBA-aa |
તેલુગુ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની ભાષા છે |
૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર તેલુગુ ભારતમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે[7] અને વિશ્વમાં પંદરમી સૌથી વધુ બોલાતી ભાષા છે.[8] [9] તે દ્રવિડિયન ભાષા પરિવારનો સૌથી વ્યાપક સભ્ય છે. [10] ભારતીય પ્રજાસત્તાકની બાવીસ નિર્ધારિત ભાષાઓમાંની તે એક છે . [11] તે યુ. એસ. એ ની સૌથી ઝડપથી વિકસતી ભાષા પણ છે. [12] તેલુગુ ભાષામાં આશરે ૧૦,૦૦૦ પૂર્વ-વસાહતી શિલાલેખો લખવામાં આવ્યા છે. [13]