ટિમ્બક્ટુ
From Wikipedia, the free encyclopedia
ટિમ્બક્ટુ (ટિમ્બક્ટૂ )(કોયરા ચિઇનિ: ટુ્મ્બટુ ;French: Tombouctou) પશ્ચિમ આફ્રિકાના માલી દેશના ટોમ્બોઉક્ટોઉ પ્રદેશનું શહેર છે. માલી સામ્રાજ્યના દસમા માન્સા, માન્સા મુસા દ્વારા તેને સમૃદ્ધ બનાવવામાં આવ્યું હતું. સાન્કોર યુનિવર્સિટી અને અન્ય મદ્રેસાઓ અહીં જ આવેલી છે. 15મી અને 16મી સદીમાં તે સમગ્ર આફ્રિકામાં ઇસ્લામના પ્રચારનું મહત્વનું કેન્દ્ર તેમજ બૌદ્ધિક અને આધ્યાત્મિક પાટનગર હતું. તેની દ્જિન્ગરેયબર, સાન્કોર અને સિદિ યાહ્યા એ ત્રણ મસ્જિદ ટિમ્બક્ટુના સુવર્ણકાળની યાદો તાજી કરે છે. સતત પુનઃસ્થાપન છતાં આજે પણ આ સ્થાપત્યો જમીનદોસ્ત થઇ જવાના ડર હેઠળ છે. [2]
Timbuktu
Tombouctou | |
---|---|
City | |
લિપ્યંતર | |
• Koyra Chiini: | Tumbutu |
Sankore Mosque in Timbuktu | |
અક્ષાંશ-રેખાંશ: 16°46′33″N 3°00′34″W | |
Country | Mali |
Region | Tombouctou Region |
Cercle | Timbuktu Cercle |
Settled | 10th century |
ઊંચાઇ | ૨૬૧ m (૮૫૬ ft) |
વસ્તી (2009)[1] | |
• કુલ | ૫૪,૪૫૩ |
સોન્ઘાય, તુઆરેન્ગ, ફુલાનિ અને માન્ડે લોકોની વસ્તી ધરાવતું ટિમ્બક્ટુ નાઇજર નદીથી 15 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. સહારાથી એરાઔયુઆને પરના સહારામાંથી પસાર થતાં વેપાર રૂટના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ભાગ જ્યાં એકબીજાને છેદે છે ત્યાં તે આવેલું છે. ઐતિહાસિક રીતે (અને આજે પણ) તે મૂળ ટાગઝા અને હાલ ટાઓઉદેન્નિના ખાણનાં મીઠાની આયાત-નિકાસનું મહત્વનું કેન્દ્ર હતું.
તેની ભૌગોલિક ગોઠવણે તેને નજીકના પશ્ચિમ આફ્રિકન લોકો તેમજ ઉત્તરમાંથી આવતી રખડતી બર્બર જાતિઓ અને આરબ લોકો માટે મિલન સ્થળ બનાવી દીધું હતું. પશ્ચિમ આફ્રિકાને સમગ્ર ઉત્તર આફ્રિકાના બર્બર, આરબ અને યહૂદી વેપારીઓ સાથે જોડીને અને તેમ કરીને આડકતરી રીતે યુરોપના વેપારીઓને પણ તેની સાથે જોડનાર સરહદ પરની વેપારી વસાહત તરીકેનો તેનો લાંબો ઇતિહાસ રહ્યો હતો. તેના આ લાંબા ઇતિહાસે તેને દંતકથાઓમાં જાણીતું બનાવી દીધું હતું. પશ્ચિમી દેશોમાં તો તે લાંબા સમય સુધી દૂરની આગંતુક દુનિયાના "અહીંથી ટિમ્બક્ટુ સુધી." રૂપક તરીકે ઓળખાતું હતું.
ઇસ્લામિક અને વૈશ્વિક સંસ્કૃતિઓમાં ટિમ્બક્ટુની વિદ્વત્તાનું લાંબા-સમયનું પ્રદાન છે. એવું માનવામાં આવે છે વિશ્વની પહેલી કેટલીક યુનિવર્સિટીઓમાંથી એક ટિમ્બક્ટુમાં હતી. સ્થાનિક વિદ્વાનો અને સંગ્રાહકો હજુ પણ તે સમયનાં પ્રાચીન ગ્રીક લખાણોનાં પ્રભાવી સંગ્રહનું ગૌરવ લે છે. [3] 14મી સદી સુધીમાં ટિમ્બક્ટુમાં મહત્વના પુસ્તકો લખાયાં અને નકલો પણ થઇ, જેનાથી આ શહેર આફ્રિકાની લખાણ પરંપરાના મહત્વના કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું. [4]