ટપાલ ટિકિટ
ટપાલ ટિકિટ એ પોસ્ટેજ ખર્ચની રસીદ દર્શાવતો નાના કદનો ટુકડો છે. તેના પાછળ ના ભાગમાં ગુંદર લગાડેલો હ / From Wikipedia, the free encyclopedia
ટપાલ ટિકિટ એ પોસ્ટેજ ખર્ચની રસીદ દર્શાવતો નાના કદનો ટુકડો છે. તેના પાછળ ના ભાગમાં ગુંદર લગાડેલો હોય છે જેથી તેને પરબીડિયાં કે પોસ્ટકાર્ડ પર સહેલાઈથી ચોંટાડી શકાય છે. આ એમ દર્શાવે છે કે પ્રેષકે પ્રાપ્તકર્તાને પહોંચાડવા માટે ટપાલ સેવાઓનો પૂર્ણ રીતે અથવા આંશિક રૂપે ચુકવણી કરેલ છે. ટપાલ ટિકિટ એ શુલ્ક ચૂકવવા માટેની સૌથી સરળ અને લોકપ્રિય નીવડેલ પદ્ધતિ છે; ટપાલ ટિકીટોને ટપાલ કચેરી ખાતેથી ખરીદ કરી શકાય છે. ટપાલ ટિકિટ એકઠી કરવી એ એક શોખ છે. ટિકિટ સંગ્રહ ના શોખ ને ફિલાટેલી શબ્દ ઓગણીસમી સદીમાં ફ્રેંચ સંગ્રાહક એમ.વી. હરપીન[1] એ આપ્યો હ્તો અને ટીકીટ સંગ્રાહક્ને ફિલાટેલીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.[2] ટપાલ ટિકિટ દેશના બહુમૂલ્ય તેમજ ભવ્ય પાસાંઓ જેવાં કે ઇતિહાસ, ભૂગોળ, કલા અને શિલ્પ, ઉદ્યોગ અને સંચાર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઘટનાઓ તેમજ ઐતિહાસિક મહાપુરુષોને પ્રતિબિંબિત કરે છે. સાર્વજનિક સંદેશાઓ સમગ્ર રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાનું કામ કરે છે.[3]