જોહાર ઘાટી (ખીણ)
From Wikipedia, the free encyclopedia
જોહાર ઘાટી, જેને મીલમ ઘાટી અથવા ગોરીગંગા ઘાટી પણ કહેવામાં આવે છે. ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ મંડલના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત હિમાલય પર્વતમાળામાં આ એક પ્રખ્યાત ખીણપ્રદેશ છે. ગોરી નદી આ જ ખીણમાં થઈને વહે છે. પહેલાંના સમયમાં આ ખીણમાંથી તિબેટ જવા માટેનો મહત્વપૂર્ણ વ્યાપારી માર્ગ પસાર થતો હતો. મીલમ અને મારતોલી આ ખીણમાં આવેલ અગ્રણી ગામો છે.
જોહાર ઘાટીમાં આવેલ ૧૨ ગામો મેલમ હિમનદી ખાતેથી નીકળતી ગોરી નદીના કિનારા પર વસેલાં છે. ગિરિમથક મુનસ્યારી ખાતેથી ૬ હજાર થી ૧૦ હજાર ફૂટ ઉંચાઈ પર વસવાટ કરતાં આ ગામો સુધી પહોંચવા માટે ૬૫ કિમી પગપાળા યાત્રા કરવી પડે છે.[1]