ગુજરાતનાં હવાઈમથકો
From Wikipedia, the free encyclopedia
ગુજરાત રાજ્યમાં કુલ ૧૮ હવાઈમથકો આવેલાં છે. આ હવાઈમથકોનું સંચાલન અને માલિકી એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ભારતીય વાયુસેના, ગુજરાત સરકાર અથવા ખાનગી કંપનીઓ હેઠળ છે.[1][2] ગુજરાતમાં ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઈમથકો, નવ સ્થાનિક હવાઈમથકો, બે ખાનગી હવાઈમથકો અને ત્રણ સંરક્ષણ હવાઈમથકો છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઇલ)ની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ઉડ્ડયન માળખાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.[3]