કિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વજ
From Wikipedia, the free encyclopedia
કિર્ગિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ૩ માર્ચ ૧૯૯૨ના રોજ કિર્ગિસ્તાનની સર્વોચ્ચ સભાએ અપનાવ્યો હતો.[1][2] તેમાં લાલ પશ્ચાદભૂ પર કેન્દ્રમાં પીળા રંગનો સૂર્ય છે. તેમાંથી નીકળતા એક જ સરખા ૪૦ કિરણો છે.[3]
Quick Facts પ્રમાણમાપ, અપનાવ્યો ...
બંધ કરો
તે ૩:૫ આકારનો હોય છે. એક બાજુ કિરણો ઘડિયાળના કાંટાની દિશામાં છે અને તેની વિરુદ્ધ બાજુએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે.[4] સૂર્યના કેન્દ્રમાં લાલ વલય છે જેમાં ત્રણ રેખાઓ કિર્ગિઝ યુર્ટના છાપરાના આકારે પસાર થાય છે.
ધ્વજનું લાલ પશ્ચાદભૂ હિમત અને શૂરવીરતાનું, સૂર્ય શાંતિ અને સંપત્તિનું અને યુર્ટના છાપરાનો આકાર પારિવારિક ઘર અથવા સમગ્ર વિશ્વનું સૂચક છે. લોકોમાં પ્રચલિત માન્યતા મુજબ સૂર્યમાંથી ઉદભવતા ૪૦ કિરણો મોંગોલ સામે લડવા દંતકથાના નાયક ''માનસ'' દ્વારા એક કરાયેલા ૪૦ કિર્ગિઝ આદિવાસી જૂથોનું સૂચક છે.[5]