કપોત કુળ
પક્ષીઓનું એક કુળ / From Wikipedia, the free encyclopedia
કબૂતરો અને હોલાઓનો કપોત કુળમાં સમાવેશ કરવામાં આવે છે જેમાં દુનીયાભરની ૩૧૦ જાતીઓના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ કુળના બધા પક્ષીઓ દેખાવમાં હૃષ્ટપૃષ્ટ શરીર, ટૂંકી ગરદન અને પ્રમાણમાં ટૂંકી અને નાજુક ચાંચ, ચાંચના નીચલા ભાગ તરફથી ખુલ્લી, મીણ જેવી માંસલ આંતરત્વચા હોય છે. આ કુટુંબના પક્ષીઓ વિશ્વભરમાં જોવા મળે છે પરંતું તેઓની વિપુલ વિવિધતા ઇન્ડોમલય અને ઓસ્ટ્રેલેશીઆના પર્યાવર્ણીય વિસ્તારોમાં જોવા મળે છે.
Quick Facts કપોત કુળ, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
કપોત કુળ | |
---|---|
કબૂતર નું ઊડ્યન | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
કપોત કુળના ભૌગોલીક ફેલાવાને દર્શાવતો નક્શો |
બંધ કરો