ઓડિસી નૃત્ય
ઓડિસા રાજ્ય મા ઉદભવેલુ, ભારતિય શાસ્ત્રીય નૃત્ય / From Wikipedia, the free encyclopedia
ઓડિસી એ ભારતના આઠ શાસ્ત્રીય નૃત્ય પ્રકારો માંનો એક નૃત્ય છે પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સા કે ઓડિસા એ આ નૃત્યનું ઉદગમ સ્થાન છે. પુરાતાત્વીક પુરાવાને આધારે આ નૃત્ય ભારતની સૌથી જુની નૃત્ય શૈલિ છે.[1][2] ભારતીય નૃત્ય ઉપરનો પૌરાણીક ગ્રંથ નાટ્ય શાસ્ત્ર આને "ઓદ્રા-મગધી" તરીકે સંબોધે છે. ભુવનેશ્વર નજીક આવેલ ધવલ ગિરિ પર કરેલ પહેલી સદીની ભીંત કોરતણી આ નૃત્યના પ્રાચીનતમ હોવાનો પુરાવે આપે છે. બ્રિટિશ રાજમાં આ નૃત્યને કચડી નખાયો પણ આઝાદી પછી આ નૃત્યને ફરી પુનઃજીવીત કરાયો છે.
અન્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય થે આ નૃત્યને અલગ પાડતી મુખ્ય વાત છે આ નૃત્યમાં "ત્રિભંગી" અપાતું મહત્ત્વ. ત્રિભંગી એઅતલે ત્રણ ટુકડા (ભાંગેલ). આ ત્રિભંગી એટલ માથું , ઘાતી અને પેડુની એક બીજાથી સ્વતંત્ર ચલન,[3][4] અને છૌકા તરીકે ઓળખાતી ચતુષ્કોણાકૃતિ.