ઓટો હાન
From Wikipedia, the free encyclopedia
ઓટો હાન એ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક (અણુશાસ્ત્રી) હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૮૭૯ના વર્ષમાં માર્ચ મહિનાની આઠમી તારીખે જર્મની ખાતે થયો હતો.
Quick Facts ઓટો હાનOtto Hahn, જન્મની વિગત ...
ઓટો હાન Otto Hahn | |
---|---|
જન્મની વિગત | (1879-03-08)8 March 1879 ફ્રેન્કફર્ટ, જર્મની |
મૃત્યુ | 28 July 1968(1968-07-28) (ઉંમર 89) ગોટિંગેન, પ. જર્મની |
રાષ્ટ્રીયતા | જર્મન |
શિક્ષણ સંસ્થા | માર્ગબર્ગ યુનિવર્સિટી |
જીવનસાથી | એડિથ જુંઘાન્સ (Edith Junghans) (૧૯૧૩–૧૯૬૮) |
પુરસ્કારો |
|
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | Radiochemistry Nuclear chemistry |
ડોક્ટરલ સલાહકાર | થિયોડોર ઝીન્કી (Theodor Zincke) |
અન્ય શૈક્ષણિક સલાહકારો | એડોલ્ફ વોન બેયર (Adolf von Baeyer), મ્યુનિચ યુનિવર્સિટી; સર વિલિયમ રામ્સે (Sir William Ramsay), યુનિવર્સિટી કોલેજ લંડન; અર્નેસ્ટ રુથરફોર્ડ (Ernest Rutherford), મેક્ગિલ યુનિવર્સિટી, મોન્ટ્રિઅલ; હેર્મન એમિલ ફિસ્ચર (Hermann Emil Fischer), બર્લિન યુનિવર્સિટી |
બંધ કરો
જગતના ઇતિહાસમાં અણુશક્તિની શોધ મહત્વની ગણાય છે. અણુશક્તિ મેળવવા યુરેનિયમ નામની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતુના અણુનો વિસ્ફોટ સૌ પ્રથમ વાર કરીને વિશ્વને અણુઉર્જાની ભેટ આપનાર વિજ્ઞાાની ઓટો હાનને અણુ રસાયણના પિતામહ કહેવામાં આવે છે. તેમની આ શોધ બદલ તેમને ઈ. સ. ૧૯૪૪ના વર્ષમાં રસાયણવિજ્ઞાન (કેમિસ્ટ્રી) માટે નોબેલ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.