એન્ડ્રુ કાર્નેગી
From Wikipedia, the free encyclopedia
એન્ડ્રુ કાર્નેગી (સાચી રીતે pronounced /kɑrˈneɪɡi/ (deprecated template) kar-NAY-gee, પરંતુ સામાન્ય રીતે, /ˈkɑrnɨɡi/ KAR-nə-gee અથવા /kɑrˈnɛɡi/ kar-NEG-ee)[1] (25, નવેમ્બર, 1835 – 11 ઓગસ્ટ, 1919) સ્કોટ્ટીશ-અમેરિકન ઉદ્યોગપતિ, ધંધાદારી, સાહસિક અને મોટા દાનેશ્વરી હતા.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
એન્ડ્રુ કાર્નેગી | |
---|---|
જન્મ | ૨૫ નવેમ્બર ૧૮૩૫ |
મૃત્યુ | ૧૧ ઓગસ્ટ ૧૯૧૯ Lenox |
વ્યવસાય | Philanthropist, લેખક |
રાજકીય પક્ષ | Republican Party |
જીવન સાથી | Louise Whitfield Carnegie |
બાળકો | Margaret Carnegie Miller |
પુરસ્કારો | |
સહી | |
કાર્નેગીનો જન્મ ડનફર્મલાઇન, સ્કોટલેન્ડમાં થયો હતો તેઓએ એક બાળક તરીકે તેમના માતાપિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કર્યું હતું. તેમની પ્રથમ જોબ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક બોબીન ફેક્ટરીમાં એક ફેક્ટરી કામદાર તરીકેની હતી. બાદમાં તેઓ કંપનીના માલિક માટે બિલ લોગર બન્યા હતા. ત્યાર બાદ તરત જ તેઓ મેસેન્જર બોય બન્યા હતા. આખરે તેમણે ટેલિગ્રાફ કંપનીના રેન્ક સુધીની પ્રગતિ કરી હતી. તેમણે પિટ્સબર્ગની કાર્નેગી સ્ટીલ કંપની ઊભી કરી હતી, જે બાદમાં એલ્બર્ટ એચ. ગેરીની ફેડરલ સ્ટીલ કંપની અને વિવિધ નાની કંપનીઓ સાથે યુ.એસ. સ્ટીલની રચના કરવા માટે ભળી ગઇ હતી. અન્યોની સાથે કારોબાર સાથે તેમણે જે નસીબ કંડાર્યું હતું તેનાથી તેમણે કાર્નેગી હોલ ઊભી કરી હતી, બાદમાં તે દાનવીર સંસ્થામાં બદલાઇ હતી અને શિક્ષણમાં રસ ધરાવતી અનેકર સંસ્થાઓ જેમ કે કાર્નેગી કોર્પોરેશન ઓફ ન્યુ યોર્ક, કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ, કાર્નેગી ઇન્સ્ટિટ્યુશન ઓફ વોશિંગ્ટોન, કાર્નેગી મેલોન યુનિવર્સિટી અને કાર્નેગી મ્યુઝિયમ ઓફ પિટ્સબર્ગની સ્થાપના કરી હતી.
કાર્નેગીએ તેના મોટા ભાગના નાણાં અમેરિકા, યુનાઇટેડ કીંગડમ અને અન્ય દેશોમાં ગ્રંથાલયો, શાળાઓ અને યુનિવર્સિટીઓની સ્થાપના માટે તેમજ ભૂતપૂર્વ કર્મચારીઓ માટે પેન્શન ભંડોળ માટે દાન કરી દીધા હતા. તેમને ઘણી વખત જોહ્ન ડી. રોકેફેલર બાદ ઇતિહાસમાં બીજા ક્રમના શ્રીમંત વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. કાર્નેગીએ એક ટેલિગ્રાફર તરીકે પ્રારંભ કર્યો હતો અને 1860 સુધીમાં તેઓ રેલમાર્ગો, રેલરોડ સ્લીપીંગ કાર્સ, પુલો અને ઓઇલ ડેરિક્સમાં રોકાણ ધરાવતા હતા. તેમણે વધુમાં બોન્ડ સેલ્સમેન તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને યુરોપમાં અણેરિકન એન્ટરપ્રાઇસ માટે નાણઆં એકત્ર કરતા હતા.
તેઓ સ્ટીલ ઉદ્યોગમાં તેમનું મોટા ભાગનું નસીબ કમાયા હતા. 1870માં તેમણે કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના કરી હતી, આ પગલાંએ તેમનું નામ અનેક "કેપ્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી"માંના એક તરીકે મજબૂત બન્યું હતું. 1890 સુધીમાં કંપની મહાકાય બની ગઇ હતી અને વિશ્વમાં ભારે નફો કરતા ઔદ્યોગિક સાહસ તરીકે ઊભરી આવી હતી. કાર્નેગીએ તેને 1901માં જેમણે યુ.એસ. સ્ટીલનું સર્જન કર્યું હતું તેવી જે.પી. મોર્ગનને 480 મિલીયન ડોલરમાં વેચી દીધી હતી. કાર્નેગીએ પોતાનું બાકીનું જીવન મોટા પાયાની દાનેશ્વરી સંસ્થાને સમર્પિત કર્યું હતું, જેમાં સ્થાનિક ગ્રંથાલયો, વૈશ્વિક શાંતિ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમના જીવનને ઘણી વખત સાચી "રેગ્સ ટુ રિચીસ" વાર્તા તરીકે ગણવામાં આવે છે.