ઉત્તર પ્રદેશ
ભારતીય રાજ્ય / From Wikipedia, the free encyclopedia
ઉત્તર પ્રદેશ ભારતની ઈશાન દિશામાં, નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો યુ.પી.થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય તેમજ સમગ્ર વિશ્વમાં પણ કોઇ પણ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કે વિભાગ છે.[8]
Quick Facts ઉત્તર પ્રદેશ उत्तर प्रदेश, દેશ ...
ઉત્તર પ્રદેશ
उत्तर प्रदेश | |
---|---|
ઉપરથી ડાબેથી જમણે: તાજ મહેલ, પ્રેમ મંદિર (વૃંદાવન), કાનપુર મેમોરિયલ ચર્ચ, સારનાથનો સ્તંભ, અહલ્યા ઘાટ, ખુશરો બાગ, આગ્રાનો કિલ્લો, નવો યમુના પુલ | |
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 26.85°N 80.91°E / 26.85; 80.91 | |
દેશ | India |
રાજ્યનો દરજ્જો | ૨૬ જાન્યુઆરી ૧૯૫૦[1] |
પાટનગર | લખનૌ |
જિલ્લા | ૭૫[2][3] |
સરકાર | |
• માળખું | ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર |
• રાજ્યપાલ | આનંદીબેન પટેલ[4][5] |
• મુખ્યમંત્રી | યોગી આદિત્યનાથ (ભાજપ) |
• ઉપ મુખ્યમંત્રી |
|
• વિધાન ભવન |
|
• સંસદ | |
વિસ્તાર ક્રમ | ૪થો |
વસ્તી (૨૦૧૧)[6] | |
• કુલ | ૧૯,૯૨,૮૧,૪૭૭ |
• ક્રમ | ૧લો |
ઓળખ | ઉત્તરપ્રદેશી |
ભાષાઓ[7] | |
• અધિકૃત | હિંદી |
• વધારાની અધિકૃત | ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
યુ.એન. લોકોડ | IN-UP |
વાહન નોંધણી | UP 01—XX |
માનવ વિકાસ અનુક્રમ | 0.5415 (medium) |
માનવ વિકાસ અનુક્રમમાં સ્થાન | ૧૮મું (૨૦૦૭-૦૮) |
સાક્ષરતા દર |
|
વેબસાઇટ | www.up.gov.in |
બંધ કરો
ઉત્તર પ્રદેશની સ્થાપના ૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક બન્યા પછી થઇ હતી. ૧૯૪૭ થી ૧૯૫૦ દરમિયાન તે યુનાઇટેડ પ્રોવિન્સિસનો ભાગ હતું, જેનું મૂળ ૧૯૦૨માં યુનાઇટેડ પ્રોવિન્સિસ ઓફ અવધ એન્ડ ઔંધ સ્વરૂપે બ્રિટિશરો દ્વારા અમલમાં મૂકાયું હતું. ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ ઉત્તર પ્રદેશમાંથી પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાંથી નવું રાજ્ય ઉત્તરાંચલ (હવે, ઉત્તરાખંડ) રચવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદમાં છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.